स्थानीय
વાવેરા ગામે મારુતિ ગરબી મંડળ દ્વારા આયોજિત 32મા નવરાત્રી મહોત્સવમાં 300થી વધુ બાળાઓને કનુભાઈ ધાખડા દ્વારા ઇનામ વિતરણ
यहाँ देखें:
▶️ YouTube
વાવેરા ગામના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ધાખડા દ્વારા વર્ષોની પરંપરા જાળવી રાખીને 300થી વધુ બાળાઓને ડાયમંડ સેટ, શૃંગાર સેટ સહિતની વિવિધ ભેટોનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું
વાવેરા ગામે મારુતિ ગરબી મંડળ દ્વારા આયોજિત 32મા નવરાત્રી મહોત્સવમાં 300થી વધુ બાળાઓને કનુભાઈ ધાખડા દ્વારા ઇનામ વિતરણ
રાજુલા તાલુકાના વાવેરા ગામે મારુતિ ગરબી મંડળ દ્વારા 32મા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 300થી વધુ નાની નાની બાળાઓએ નવ દિવસ સુધી માતાજીના ગરબે રમીને ભક્તિભાવ સાથે નવરાત્રીની ઉજવણી કરી હતી.
મહોત્સવના સમાપન પ્રસંગે દશેરાના પવિત્ર દિવસે વાવેરા ગામના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ધાખડા દ્વારા વર્ષોની પરંપરા જાળવી રાખીને 300થી વધુ બાળાઓને ડાયમંડ સેટ, શૃંગાર સેટ સહિતની વિવિધ ભેટોનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો, યુવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.