🔥 TRENDING Sunny Deol Pays Tribute to Father Dhar... Bollywood Stars Face Rising Threats an... Emraan Hashmi Strikes Intense Pose in... Karan Johar Warns His Kids Against Bol... Office Bollywood Dance for Foreign Gue... Amit Shah Criticises Punjab CM Bhagwan...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભાવનગરમાં 31 દિવસમાં પૂરો થયો કાજલબેનની હત્યાનો કેસ, આરોપીને આજીવન કેદની સજા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 06 Nov 2026, 01:38 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લા કોર્ટે કાજલબેન બારૈયાની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવેલા ફૈસલ ઉર્ફે ખાટકી લાખાણીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ટ્રાયલ માત્ર 31 દિવસમાં પૂરો થયો છે, જે જિલ્લાના ઇતિહાસમાં સૌથી ઝડપી ટ્રાયલ માનવામાં આવે છે.

ભાવનગર જિલ્લા કોર્ટે કાજલબેન બારૈયાની હત્યા કરનાર આરોપી ફૈસલ ઉર્ફે ખાટકી લાખાણીને જીવનના અંત સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ ટ્રાયલ માત્ર 31 દિવસમાં પૂરો થયો હતો, જે ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી ઝડપી ટ્રાયલ માનવામાં આવે છે.

આ ઘટના સંબંધિત વિગતો મુજબ, આરોપીએ 3 સપ્ટેમ્બરના રોજ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના પબ્લિક એન્ટ્રી ગેટ પાસે કાજલબેન દિલીપભાઈ બારૈયા પર બેરહેમીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કાજલબેનનું બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં મોત થયું હતું.

આ કેસની સજા 5 નવેમ્બર 2026 ના રોજ સંભળાવવામાં આવી હતી. પ્રિન્સિપાલ સેશન્સ જજ રિઝવાના બુખારીએ આ ચુકાદો આપ્યો હતો. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં પોલીસે 31 દિવસમાં જ તપાસ પૂરી કરીને ચુકાદો અપાવ્યો હતો.
📲Get App