🔥 TRENDING Spark Trailer Launches with Prema and... પાવી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ... પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન... जैथरा में 19 सितंबर से आयोजित होगी भव्... IMD Predicts Heavy Rains Across Multip... Arunachal Pradesh Governor Launches Yo...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યમાં તા. 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં તા. 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Jul 2026, 07:40 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમાં તા. 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી


ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી તા. 31 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈને વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર રાજ્યમાં આગામી તા. 31 જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ આગાહીને ધ્યાને લઈને તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા સહિત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે. જેના કારણે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી અપડેટ સમયાંતરે જાહેર કરવામાં આવશે.
📲Get App