Crime
3000 કરોડના ડ્રગ્સ કેસમાં 5 પાકિસ્તાની નાગરિકોના 13 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર
ગુજરાત ATS દ્વારા 3000 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા 5 પાકિસ્તાની નાગરિકોને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને 13 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
રૂપિયા 3,000 કરોડના અત્યંત મોટા ડ્રગ્સ કેસમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપાયેલા પાંચ પાકિસ્તાની નાગરિકોને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ પાંચેય આરોપીઓના 13 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ATS આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો મુખ્ય હેતુ કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે. આ નેટવર્કમાં પાકિસ્તાનનું કનેક્શન, ઈરાન અને તમિલનાડુથી જોડાયેલી બોટની ભૂમિકા, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત સહસૂત્રધારોની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ ડ્રગ્સ કેસની ગંભીરતા અને તેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ATS દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.