🔥 ट्रेंडिंग गांव में रहने से बहुत ही अच्छा महसूस ह... સુરત મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક પરીક્... कानपुर में पिकअप ने साइकिल चालक को 200... कानपुर में रोडवे बस ने सब्ज़ी व्यापारी... कान्सस सिटी करंट ने रणनीतिक कदम उठाया,... इंडिया ब्लॉक ने सुप्रीम कोर्ट में मार्...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ત્રણ આશ્રમ શાળાના 300 જેટલા બાળકોમાં ધાર્મિક ભાવના અને સંસ્કારોનું સિંચન

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 12 अक्टू. 2026, 08:05 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ત્રણ આશ્રમ શાળાના 300 જેટલા બાળકોમાં ધાર્મિક ભાવના અને સંસ્કારોનું સિંચન

સર્વ પિતૃ શ્રાદ્ધ અને શનિ અમાવાસ્યાના પાવન પર્વે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન; જીતેન્દ્ર આચાર્ય, ડૉ. પ્રીતેશ પટેલ અને મનોજ પરમાર દ્વારા ભોજન પ્રસાદીની વ્યવસ્થા, જ્યારે મહેન્દ્રભાઈ અગ્રવાલે પાણીનો સહયોગ આપ્યો



ઝાલોદ : ઝાલોદ નગરમાં ટિટોડી નદીના કિનારે આવેલા ભીલ સેવા મંડળ સંચાલિત શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સહિત ટિટોડી કુમાર આશ્રમ શાળા અને શબરી આશ્રમ શાળાના અંદાજે 300 જેટલા બાળકોમાં ધાર્મિક ભાવના, આધ્યાત્મિક ચેતના અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વ પિતૃ શ્રાદ્ધ અને શનિ અમાવાસ્યાના પાવન પર્વ નિમિત્તે જીતેન્દ્ર આચાર્ય, ડૉ. પ્રીતેશ પટેલ અને મનોજ પરમાર દ્વારા આ ધાર્મિક અને સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. વણકતલાઈ સુંદરકાંડ મિત્ર મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠ કરવામાં આવતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્રણેય આશ્રમ શાળાના બાળકોએ શ્રદ્ધાભેર સુંદરકાંડનું શ્રવણ કરી આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો.
બાળકોમાં નાની ઉંમરથી જ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા, સદાચાર, સેવાભાવ અને સારા સંસ્કારોનું સિંચન થાય તે દિશામાં આ આયોજન એક ઉમદા પ્રયાસ બની રહ્યું હતું. સુંદરકાંડના પાવન પાઠ દરમિયાન બાળકોમાં ભક્તિભાવ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સંસ્કારમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે ત્રણેય આશ્રમ શાળાના અંદાજે 300 જેટલા બાળકો માટે જીતેન્દ્ર આચાર્ય, ડૉ. પ્રીતેશ પટેલ અને મનોજ પરમાર દ્વારા ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે મહેન્દ્રભાઈ અગ્રવાલ દ્વારા પાણીનો સહયોગ આપવામાં આવ્યો હતો. ધાર્મિક ભાવના સાથે સેવાકાર્યને જોડતા આ પ્રયાસથી બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ સમગ્ર આયોજનમાં ટિટોડી કુમાર શાળાના આશ્રમના વ્યવસ્થાપક રાકેશભાઈ તેમજ શ્રી કસ્તુરબા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનાં ઈન્ચાર્જ આચાર્ય કામિનીબેન બબેરીયાનો સહયોગ રહ્યો હતો. તેમના સહયોગથી કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે સંપન્ન થયું હતું.
ધાર્મિક આસ્થા, શ્રદ્ધા, સંસ્કાર અને સેવાભાવના સુંદર સમન્વયરૂપ આ કાર્યક્રમ દ્વારા આશ્રમ શાળાના બાળકોને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરાવવાની સાથે સમાજમાં સેવા, સહકાર, દાન અને સંસ્કારની ભાવનાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
📲Get App