🔥 TRENDING સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત હ... Assam-Meghalaya Border Under Scrutiny... Income Tax Department Raids Drug Rehab... 360 Players Gear Up for Bihar's State-... ગુજરાત એસ.ટી. બસ સ્ટેશનોમાં શૌચાલયનો ઉ... Over 762,000 Registrations for Madhya...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માનનીય પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકીજીની ઉપસ્થિતિમાં આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને તા. 31 ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 27 Oct 2026, 07:48 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાત પ્રવાસ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમોના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. PM-Kisan ઉત્સવ દિ

માનનીય પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકીજીની ઉપસ્થિતિમાં આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને તા. 31 ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના સુચારુ આયોજન અંગે જિલ્લા પંચાયત ભવન, નડિયાદ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાત પ્રવાસ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમોના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. PM-Kisan ઉત્સવ દિન નિમિત્તે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો DBTના માધ્યમથી જમા થનાર છે. જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

બેઠકમાં કાર્યક્રમોના સુચારુ આયોજન, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન અને નાગરિકોની મહત્તમ સહભાગિતા સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ પંકજભાઈ દેસાઈ, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી કલ્પેશભાઈ પરમાર અને શ્રી રાજેશભાઈ ઝાલા, કલેક્ટરશ્રી, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હિતેશભાઈ તડવી, મેયરશ્રી મનીષભાઈ પટેલ તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App