રાધનપુર-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત પડેલી મોટી ટ્રક પાછળ ઈકો ગાડી અથડાતા 3નાં મોત, 4 ઈજાગ્રસ્ત
यहाँ देखें:
▶️ YouTube
રાધનપુર-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત
પડેલી મોટી ટ્રક પાછળ ઈકો ગાડી અથડાતા 3નાં મોત, 4 ઈજાગ્રસ્ત
પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ વચ્ચે મોડી રાત્રે આશરે 2 વાગ્યાના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર પડી રહેલી મોટી ટ્રક પાછળ ઈકો ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં ઈકો ગાડીમાં સવાર 3 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાધનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે.
મોડી રાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. મૃતકોની ઓળખ સહિતની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.