🔥 TRENDING Hurricane Isaias Triggers Watch Alerts... IMD Issues Three-Day Yellow Warning fo... Taapsee Pannu Shows Four Festive Saree... Jammu and Kashmir Fails to Utilise ₹3,... J&K Government Orders Immediate Transf... Man Injured in Bear Attack in South Ka...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મધ્યપ્રદેશના 3 આરોપીઓને 3 કરોડથી વધુના મેફેડ્રોન સાથે ઝડપ્યા
Crime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મધ્યપ્રદેશના 3 આરોપીઓને 3 કરોડથી વધુના મેફેડ્રોન સાથે ઝડપ્યા

✍️ Reporter: Vipul bhai raval 🗓 13 Sep 2026, 06:20 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના ત્રણ આરોપીઓને ફોર-વ્હીલ કારમાંથી મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 3.06 કરોડ રૂપિયા છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના કુલ ત્રણ આરોપીઓને ફોર-વ્હીલ કારમાંથી મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. 28,18,830/-ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 3,06,60,400/- હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નશાના ગેરકાયદેસર કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
📲Get App