🔥 TRENDING Bollywood Rolls Out Grand Mythology Fi... Tariq Says Marvel’s ‘Blade’ Reminds Hi... जनगणना 2027 तहसीलदार अमित कुमार सिंह न... Delhi University conducts 103rd Convoc... Udne Ki Aasha Episode on 21 Nov 2026 H... Tripura Congress to Relaunch Agitation...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રામદેવરા તરફ જતા પદયાત્રી સંઘમાં ઈક્કો કાર અથડામણથી 3થી વધુ ઘાયલ

✍️ Reporter: Virendra bhai vyas 🗓 14 Nov 2026, 05:33 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તળાવ નજીક ઈક્કો કારની ટક્કરથી 3થી વધુ પદયાત્રીઓ ઘાયલ, તેમને સુરેન્દ્રનગર અને લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તળાવ નજીક, ઈક્કો કારની ટક્કરથી 3થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા.

ભાવનગરથી 25થી વધુ પદયાત્રીઓનો સંઘ રામદેવરા તરફ જઈ રહ્યો હતો. બોરણા ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે પદયાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન ઈક્કો કાર પદયાત્રીઓ સાથે અથડાઈ.

ઘાયલોમાં જયેશભાઈ મફાભાઈ ચાવડા (25), હિતેશભાઈ ભરતભાઈ મકવાણા (35), ધારાભાઈ લાલાભાઈ મેવાડા (30) વગેરે. બે ઘાયલોની હાલત ગંભીર, તેમને લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા. ચાર લોકો સુરેન્દ્રનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધવામાં આવી છે અને પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઘવાયેલા ધારાભાઈ મેવાડાએ જણાવ્યું કે તેઓ ભાવનગરથી પગપાળા યાત્રા કરીને રણુજા રામદેવરા જઈ રહ્યા હતા. 25 જણના સંઘમાં 4 લોકો પાછળ ચાલી રહ્યા હતા અને પોતાનીસાઈડમાં જતા હતા ત્યારે ઈક્કો કારચાલકે તેમને અડફેટે લીધા.
📲Get App