સચાણા ગામમાં મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા મુદ્દે મારામારી, 3 ઈજાગ્રસ્ત
यहाँ देखें:
📘 Facebook
વીરમગામ તાલુકાના સચાણા ગામમાં મકાનના દરવાજાને રસ્તા તરફ રાખવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.મળતી માહિતી મુજબ, મકાનના દરવાજાને રસ્તા તરફ રાખવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો વચ્ચે મારામારી થતાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ