🔥 TRENDING Ludhiana athletes Satnam Singh and Sal... Governor Attends Inauguration of Shri... Miri Piri Khalsa March Ends at Sri Aka... Hanuman Katha by Pandit Dhirendra Shas... વડોદરામાં ગણેશ વિસર્જન: DCP ડો. કાનન દ... Indore’s Anant Chaturdashi Lantern Par...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: કાળુસાની પોળમાં જૂનું મકાન ધરાશાયી, 3 લોકોનો સુરક્ષિત બચાવ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Sep 2026, 11:06 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકાનના કાટમાળમાંથી 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ અને જરૂરી બચાવ કામગીરી હાલમાં પણ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
📲Get App