🔥 TRENDING जयपुर में अब नहीं काटा जा सकेगा आपका च... छोटी बलिया के पासवान टोला में गंदगी से... અમરેલી જિલ્લામાં યોજાનાર કલા મહાકુંભ સ... વાગરા નજીક સાયખામાંથી 24 હજાર લીટર એસિ... ઉનાના અંજાર ગામની ચોકડી પાસે વિદેશી દા... અમરેલી જિલ્લા સેવા સદન અને રાજમહેલ કંપ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગરમાં 29.74 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચોરી ઝડપાઈ બાલાસિનોર-લુણાવાડામાં 12 દસ્તાવેજોમાં કૌભાંડ, ખુલ્લો પ્લોટ બતાવી બંગલા છુપાવ્યા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 03 Oct 2026, 08:52 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાલાસિનોર અને લુણાવાડામાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની ટીમની આકસ્મિક તપાસમાં 12 વેચાણ દસ્તાવેજોમાં 29 લાખ 74 હજારની ગેરરીતિ ઝડપાઈ છે.

દસ્તાવેજમાં ખુલ્લો પ્લોટ બતાવીને સ્થળ પર બે માળના પાકા બાંધકામો અને દુકાનો બનાવી દેવાઈ હતી.

માધવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 9, સોમનાથ સોસાયટીમાં 1 અને વ્રજ વિહારમાં 2 દસ્તાવેજોમાં આ ચોરી સામે આવતા સ્ટેમ્પ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે.

મહેસૂલ ચોરી કરનારાઓને ચેતવણી, સમગ્ર જિલ્લામાં તપાસ વધુ સઘન બનશે.
📲Get App