🔥 ट्रेंडिंग ಬಸವನಗುಡಿಯ ಶ್ರೀ ದೊಡ್ಡ ಗಣೇಶ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ... રામોલમાં ભાઈ-ભાઈ વચ્ચેની ચર્ચા ફાયરિંગ... ભરૂચના વાગરાના પહાજ ગામમાં યુવાનની જાહ... હિંમતનગર બી ડિવિઝન પોલીસે ૩.૧૦ લાખ મૂલ... હિંમતનગર ડિવિઝન પોલીસએ રીઢા રીક્ષા ચોર... ભિલોડાનું ૧૨૦૦ વર્ષ જૂનું ભવનાથ મંદિર:...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર નેશનલ હાઇવે નંબર . 27 પર રાત્રી દરમ્યાન કામગીરી
સિંગલ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી, અકસ્માતનો ભય

સાંતલપુર નેશનલ હાઇવે નંબર . 27 પર રાત્રી દરમ્યાન કામગીરી સિંગલ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી, અકસ્માતનો ભય

✍️ रिपोर्टर: Mehul sinh jadeja 🗓 19 अग. 2026, 10:55 PM 👁 29
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર નેશનલ હાઇવે નંબર . 27 પર રાત્રી દરમ્યાન કામગીરી
સિંગલ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી, અકસ્માતનો ભય
સાંતલપુર ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 27 પર છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી દરમ્યાન રોડની કામગીરી ચાલુ છે.
આ કામગીરીના કારણે હાઇવે પર માત્ર એક જ રોડ પર વાહનોની અવર-જવર ચાલુ રાખવામાં આવી છે. પરિણામે રાત્રી દરમ્યાન ભારે અને નાના વાહનો એક જ પટ્ટી પરથી પસાર થતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે રાત્રીના સમયે અંધારામાં અને સિંગલ લેન હોવાના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. ખાસ કરીને બહારથી આવતા વાહન ચાલકોને આ અંગેની કોઈ પૂર્વ સૂચના ન હોવાથી તેઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.
વાહન ચાલકોની માંગ
વાહન ચાલકોએ તંત્ર ને માંગ કરી છે કે રાત્રી દરમ્યાન કામગીરીવાળા સ્થળે પૂરતી લાઈટ, સૂચનાત્મક બોર્ડ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને
📲Get App