🔥 ट्रेंडिंग रामा कंकोंकर अनशन पर मुख्यमंत्री ने खेल विज्ञान पर जोर दिया गोवा में समुद्र तट गतिविधियों पर भारी... पीएम मोदी ने युवाओं को नशीली दवाओं के... नागालैंड विश्वविद्यालय नीति विवादों मे... नागालैंड में मानसून की तबाही का जायजा...
03 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકા ના  બાબરા પાટીયા પાસે નિલગાયને બચાવવા જતાં બાજરી ભરેલો ટ્રક પલ્ટી ખાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે-27 પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો.
स्थानीय

સાંતલપુર તાલુકા ના બાબરા પાટીયા પાસે નિલગાયને બચાવવા જતાં બાજરી ભરેલો ટ્રક પલ્ટી ખાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે-27 પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 03 अग. 2026, 02:26 PM 👁 33
સાંતલપુર તાલુકા
બાબરા પાટીયા પાસે નિલગાયને બચાવવા જતાં બાજરી ભરેલો ટ્રક પલ્ટી ખાયો, ડ્રાઈવરનો આબાદ બચાવ
સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા નજીક કંડલા–નેલ્સન હાઈવે-27 પર આજે એક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનથી બાજરી ભરીને ભુજ તરફ અનલોડિંગ માટે જતો ટ્રક અચાનક રસ્તા પર આવેલી નિલગાયને બચાવવાનો પ્રયાસ કરતાં પલ્ટી ખાઈ ગયો.
સદનસીબે આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટનાની જરૂરી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રક પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો માલ અન્ય વાહનમાં સ્થળાંતર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય ટ્રક ચાલકોએ પણ મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
📲Get App