🔥 TRENDING મહીસાગરના ખેલાડીઓ સાથે જગદીશભાઈ પંચાલે... राजद के दिवंगत विधायक डॉ सच्चिदानंद या... রবিবার রাতে new digha hoteliers associ... ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી... અમરેલીમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોન... CPI(M) Leader M A Baby Claims BJP Decl...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કચરાને ખોરાકમાં ફેરવો: વડોદરામાં 263 કિલો કચરાથી હેલ્ધી બ્રેકફાસ્ટ

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 05 Oct 2026, 07:54 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના આદાન-પ્રદાન કાફેએ 10 દિવસમાં 263 કિલો કચરો એકત્રિત કરી, રિસાયકલ કચરાને હેલ્ધી નાસ્તામાં પરિવર્તિત કર્યું.

વડોદરાના આદાન-પ્રદાન કાફેએ 10 દિવસમાં 263 કિલો કચરો એકત્રિત કર્યો, જેમાં 67થી વધુ લોકો અને 20થી વધુ રહેવાસીઓએ ભાગ લીધો. આ પહેલનો હેતુ કચરાને સંસાધનમાં પરિવર્તિત કરવાનો અને વર્ગીકરણની આદત વિકસાવવાનો છે.

આ કાફેએ રિસાયકલ થતો કચરો લાવનારને હેલ્ધી બ્રેકફાસ્ટ આપવાનું આયોજન કર્યું છે. 250 ગ્રામ ઈ-વેસ્ટ માટે ચા, ખાખરા-પાણી અથવા બિસ્કિટ; 500 ગ્રામ ઈ-વેસ્ટ માટે પડ, પોંહા અથવા ઉપમા, ચા; 1 કિલો ઈ-વેસ્ટ માટે ઈડલી-ચટણી, સાંભાર અને ચા-કોફી; 1 કિલો મિક્સ પ્લાસ્ટિક વેસ્ટ માટે પડ, પોંહા અથવા ઉપમા, ચા; 2 કિલો પેપર પસ્તી માટે ઈડલી-ચટણી, સાંભાર અને ચા-કોફી; 2 કિલો મેટલ સ્ક્રેપ માટે પોંહા, ઉપમા, ચા-કોફી.

આ પહેલ આગાધી ફાઉન્ડેશન અને દાબકે ઈકો સોલ્યુશન્સ LLP દ્વારા શરૂ કરવામાં આવી છે, જે કચરાને મૂલ્યવાન સંસાધન તરીકે જોવાની માનસિકતા વિકસાવવા માટે કાર્યરત છે.
📲Get App