🔥 ट्रेंडिंग दुर्गा माता मंदिर में 14वां विशाल जागर... छत्तीसगढ़ स्कूल में सौर ऊर्जा से चलने... छत्तीसगढ़ में तेंदुए के हमले से 8 घायल... मुंबई‑छत्तीसगढ़ ट्रेन के 3AC कोच में प... अयोध्या दीपोत्सव આજે હારીજ ખાતે કે.પી. હાઈસ્કૂલના આદરણી...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધારીમાં મામલતદારની ટીમે ગેરકાયદેસર રેતી ખનન કરતું ટ્રેક્ટર ઝડપી પાડ્યું, રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબજે

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 15 अक्टू. 2026, 10:14 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી પંથકમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન સામે લાલ આંખ કરવામાં આવી છે. મામલતદારની ટીમે રેતી ભરેલ એક ટ્રેક્ટર ઝડપી પાડી કુલ રૂ. 2,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ધારી પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ધારી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદારની ટીમ દ્વારા મોડી રાત્રે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન, ટીમ દ્વારા રેતી ભરેલ એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ટ્રેક્ટર સહિત કુલ રૂ. 2,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વહીવટી તંત્રની આ કાર્યવાહીને પગલે સમગ્ર ધારી પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે.
📲Get App