Local
સુરતની કાપડ માર્કેટોમાં તહેવારોને પગલે ઓર્ડરોનો ધમધમાટ, રોજ 250 કરોડના કાપડનો વેપાર
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો નજીક આવતા સુરતની કાપડ માર્કેટોમાં વેપાર તેજ બન્યો છે. રોજ 250 કરોડ રૂપિયાથી વધુના કાપડ, સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ દેશભરમાં મોકલાઈ રહ્યા છે.
દિવાળી અને યુપી-બિહારના છઠ્ઠ પૂજાના તહેવારો નજીક આવતા સુરતની 350 કાપડ માર્કેટોમાં ઓર્ડરોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સામાન્ય દિવસોમાં જ્યાં રોજની 150 ટ્રક માલ જતો હતો, ત્યાં હવે તહેવારોની સિઝનને કારણે 200થી વધુ ટ્રકો ડિસ્પેચ થઈ રહી છે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, શનિવારે 200 ટ્રક અને સોમવારે 250 ટ્રક પાર્સલ દેશભરમાં મોકલવામાં આવ્યા હતા. ફોસ્ટા (FOSTA) દ્વારા તમામ માર્કેટો રવિવારે પણ ખુલ્લી રાખવાનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જેથી વેપારને વધુ વેગ મળી શકે.
હાલમાં રોજની 150 ટ્રક સામે 250 ટ્રક રવાના થઈ રહી છે. એક ટ્રકમાં આશરે 200 પાર્સલ લોડ થાય છે. સોમવારે 250 ટ્રકો રવાના થતાં 24 કલાકમાં જ 50 હજાર પાર્સલ મોકલાયા હતા. એક પાર્સલની કિંમત 25 હજારથી 60 હજાર રૂપિયા સુધીની હોય છે.
આમ, એક જ દિવસમાં સુરતથી આશરે 250 કરોડ રૂપિયાના મૂલ્યનું તૈયાર કાપડ, સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ દેશનાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવા માટે રવાના કરવામાં આવ્યું છે. આનાથી સ્થાનિક વેપાર અને રોજગારીને પણ મોટી રાહત મળી છે.