🔥 ट्रेंडिंग Bangmati nadi me pani rukne ke nam hi... અપશબ્દો બોલવાની ના પાડતા રત્નકલાકાર પર... School sai baccha ko arrest दिंडोली-भेस्तान रोड पर मोबाइल छीनकर भा... जैथरा में श्री कृष्ण लीला के नौवें दिन... સાવરકુંડલામાં ડીમોલેશન મુદ્દે ઉઠ્યા સવ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત મનપાના સિક્યુરિટી ઓફિસર રૂ. 25 હજારની લાંચ લેતા ACBની જાળમાં ઝડપાયા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 सित. 2026, 09:20 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના તાપીપુરા (મુગલીસરા) ખાતે વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને એસીબીએ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. મનપાના તાપીપુરા (મુગલીસરા) ખાતે વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક જાગૃત નાગરિક (કર્મચારી)ની પત્ની ગર્ભવતી હોવાથી તેમને અવારનવાર ડોક્ટર પાસે સારવાર માટે જવું પડતું હતું. આ દરમિયાન, ફરજ પર ગેરહાજરી ન પૂરવા અને કોઈ મેમો ન આપવા માટે સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. આખરે, આરોપી અધિકારી પોતાની સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં જ લાંચના રૂપિયા સ્વીકારતા ACBની ટીમે તેમને દબોચી લીધા હતા.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની પત્ની ગર્ભવતી હોવાથી તેમને વારંવાર ડોક્ટરની મુલાકાતે જવાની મજબૂરી હતી. આ કટોકટીના સમયમાં સહકાર આપવાના બદલે, આરોપી સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. તેમણે ફરિયાદીને નોકરીમાં ગેરહાજર ન દર્શાવવા અને કોઈપણ પ્રકારનો ખાતાકીય મેમો ન આપવાના બદલામાં રૂ. 25,000 ની મોટી રકમની લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી આવા ભ્રષ્ટ અધિકારીને લાંચ આપવા માંગતા ન હતા અને તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.
📲Get App