🔥 ट्रेंडिंग कृषी उत्पन्न बाजार समिती जुन्नर उपबाजा... जंतर-मंतर से छिन सकता है प्रदर्शन स्थल... अयोध्या: भाजपा राष्ट्रीय महामंत्री हरी... ਸੰਗਰਾਵਾਂ ਪਿੰਡ ਤੋਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਤੀਰਥ ਯਾਤਰ... अमृत प्रभा को ज़मानत मिलने पर असम में... थालापति विजय पवन कल्याण से मिलने वाले,...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 25 ચીફ ઓફિસરોની બદલી

ગુજરાતમાં 25 ચીફ ઓફિસરોની બદલી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 25 अग. 2026, 11:10 PM 👁 316
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓના 25 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. આ અંગે વિભાગ દ્વારા તા. 24-08-2026ના રોજ સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.
સરકારી હુકમ મુજબ વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની વહીવટી જરૂરિયાત અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. બદલી પામેલા અધિકારીઓને તેમની નવી નિમણૂકની જગ્યાએ ફરજ સંભાળવાની રહેશે.
આ બદલીમાં ગાંધીનગર, વિરમગામ, બોરસદ, કડી, તારાપુર, મહેસાણા, ગોંડલ, વિસનગર, ચોટીલા, ઉમરેઠ, જામજોધપુર, ધોરાજી, કેશોદ, માંડવી સહિતની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ધાંગધ્રાના શ્રી મંટીલભાઈ પટેલની બદલી(વિરમગામ) કરવામાં આવેલ છે
વિભાગના હુકમમાં સંબંધિત અધિકારીઓને તેમની નવી જગ્યાએ તાત્કાલિક અસરથી ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App