🔥 TRENDING Indore High Court Orders Public Releas... Baitul Mission School Prayer Meeting S... गर्भवती महिला प्रसव पीड़ा से तड़पी, सा... રાજકોટ શહેરના હાઈવે પર બાઈક પર જોખમી ર... કરકથલ ગામમાં વીર શહીદ ભગતસિંહની જન્મજય... बैतालपुर नगर पंचायत में तीन दिन बाद बह...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

25 કરોડ બાળકોના સપનાનું ભારત અંતર્ગતતાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Burhaan sibhai 🗓 28 Sep 2026, 01:24 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
25 કરોડ બાળકોના સપનાનું ભારત અંતર્ગત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય વિકાસ, સર્જનાત્મકતા, વિચારશક્તિ તથા વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શનમાં મહીસાગર જિલ્લાના તમામ તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું.

25 કરોડ બાળકોના સપનાનું ભારત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબા પુવાર,સંતરામપુર ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર,નગરપાલિકા ના તમામ પ્રમુખશ્રીઓ,જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, મહીસાગર મહિલા મોરચાના પ્રમુખશ્રી,તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8, SVS કક્ષાના માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ 25 કરોડ બાળકોના સપનાનું ભારત વિષયને કેન્દ્રમાં રાખીને ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ તથા વક્તૃત્વ કૌશલ્ય દ્વારા વિકસિત ભારતના સંકલ્પ અને ભવિષ્યના ભારતની કલ્પનાને સુંદર રીતે રજૂ કરી હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો હતો.
સ્પર્ધાના અંતે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વિકસિત ભારતના સંકલ્પ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, આયોજકો તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App