स्थानीय
સુરતમાં ગણેશ વિસર્જનને પગલે 25 સપ્ટેમ્બરના રોજ સિટીલિંક સેવા બંધ રહેશે
સુરત શહેરમાં ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનને કારણે 25 સપ્ટેમ્બર 2026ના રોજ સિટીલિંક દ્વારા સંચાલિત તમામ BRTS અને સિટી બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ નિર્ણય ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને વિસર્જન યાત્રામાં અડચણ ન આવે તે માટે લેવાયો છે.
સલામતીના કારણોસર અને કોઈપણ અણબનાવ ટાળવા માટે જાહેર પરિવહન સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી જાણ કરીને આયોજન કરવા અપીલ કરાઈ છે, જેથી મુસાફરોને અણધારી હાલાકીનો સામનો ન કરવો પડે.