🔥 ट्रेंडिंग हरियाणा में पेट्रोल पंपों पर कैमरे लगा... छत्तीसगढ़ हाई कोर्ट ने लोक अदालत को बि... कपिल देव और सीएम विष्णु देव साई ने नवा... छत्तीसगढ़ सीएम की सरप्राइज रोडसाइड यात... लुधियाना में कस्टमर केयर अधिकारी बनकर... हरियाणा ने 9,700 करोड़ रुपये के सड़कों...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

‘સેવા સંકલ્પ અભિયાન’ બાઈક યાત્રાનું ધંધુકામાં ભવ્ય સ્વાગત: પ્રધાનમંત્રીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા પર વેરાવળથી વારાણસી જતી| યાત્રાને આવકાર

✍️ रिपोर्टर: ભાવિક મકવાણા 🗓 15 सित. 2026, 11:30 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂરા થવા પર ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ એક બાઈક યાત્રા વેરાવળથી વારાણસી માટે નીકળી છે. આ યાત્રા ધંધુકા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

ધંધુકા પહોંચતા જ ભાજપના નેતાઓ, જિલ્લાના હોદ્દેદારો અને યુવા મોરચાના કાર્યકરોએ ઉત્સાહથી યાત્રાનું સ્વાગત કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પ્રદેશ મંત્રી આશાબેન નકુમ, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી દેવાંગીબેન મયડ અને મંત્રી રિદિ્ધબેન સઠીયા સહિત ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા.,


‘સેવા સંકલ્પ અભિયાન’ જનસેવા, રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ધંધુકામાં મળેલા આવકારથી કાર્યકરોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો.

ધંધુકામાં સ્વાગત પછી બાઈક યાત્રા વારાણસી તરફ આગળ વધી. યાત્રાના અગામી તબક્કાઓ ત્યાં યોજાશે.
📲Get App