🔥 TRENDING IMD Issues Three-Day Yellow Warning fo... Taapsee Pannu Shows Four Festive Saree... Jammu and Kashmir Fails to Utilise ₹3,... J&K Government Orders Immediate Transf... Man Injured in Bear Attack in South Ka... Bombay HC Defers Hearing on Goa Voter...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રધાનમંત્રી મોદીની 25 વર્ષની સેવા સંકલ્પ યાત્રા ભિલોડા ખાતે ભવ્ય સ્વાગત..
Local

પ્રધાનમંત્રી મોદીની 25 વર્ષની સેવા સંકલ્પ યાત્રા ભિલોડા ખાતે ભવ્ય સ્વાગત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Sep 2026, 10:42 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી મોદીની 25 વર્ષની સેવા સંકલ્પ અભિયાન હેઠળની બાઈક યાત્રા ભિલોડા તાલુકાના બિરસા મુંડા સર્કલ ખાતે ભવ્ય સ્વાગત સાથે શરૂ થઈ, જ્યાં સાથી મંત્રી પ્રવીણભાઈ માળી અને કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 વર્ષના જાહેર જીવનના સેવા સંકલ્પ અભિયાન હેઠળ શામળાજી ખાતેથી પ્રસ્થાન કરેલી બાઈક યાત્રાનું ભિલોડા તાલુકાના બિરસા મુંડા સર્કલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..

આ પ્રસંગે સાથી મંત્રી પ્રવીણભાઈ માળી, યાત્રામાં જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તા મિત્રોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું..

ત્યારબાદ ટ્રાયબલ હાટ બજાર ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો..

સેવા, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનકલ્યાણના સંકલ્પ સાથે યોજાયેલી આ યાત્રામાં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનભાગીદારી પ્રેરણાદાયી રહી.
📲Get App