🔥 ट्रेंडिंग અકુદરતી સંબંધની માગણી મુદ્દે સાથી મજૂર... સુરતમાં ઘરની ચાવી શોધીને ચોરી કરતો ચોર... एटा में लाइसेंसी बंदूक चोरी के बाद पुल... ದೇವರಗುಡ್ಡದ ಹಿರಿಯ ಸಾಹಿತಿ, ಕಲಾವಿದ ಭೀಮರಾಯ... દાહોદમાં ચાર તસ્કરો મહિલાનાં કપડાં પહે... ಗಾಣದಾಳ್ ಗ್ರಾಮದ ಎಸ್‌ಸಿ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ರಸ್ತ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

અમદાવાદમાં લીંબુના ભાવ ડબલ 240 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા

✍️ रिपोर्टर: Shah Parth Govindbhai 🗓 10 सित. 2026, 08:36 AM 👁 97
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુનું ભાવ ₹10-55/કિલો થી ₹80-160/કિલો થી વધી ગયું છે. સરવજનિક બજારમાં તે ₹120/કિલો થી ₹240/કિલો પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં પખવાડિયા પહેલાં છૂટક બજારમાં લીંબુનું ભાવ ₹120/કિલો હતો, જે હાલ ₹240/કિલો પર પહોંચ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ ₹10થી 55 પ્રતિ કિલો હતો, જે આજે વધીને ₹80થી 160 સુધી પહોંચ્યો છે.

વેપારીઓના મુજબ અમદાવાદમાં લીંબુ આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મહેસાણા, ભાવનગર, પાલિતાણા વગેરે વિસ્તારથી આવતું હતું, પરંતુ હાલે માત્ર રાજસ્થાનથી લીંબુ આવી રહ્યો છે અને બધા અન્ય સ્થળોએથી આવક બંધ છે.

સતત ગરમી ના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે, જેથી ઉપજ ઘટી છે. વરસાદ ખેંચાતા ઉનાળા જેવા વાતાવરણ ના કારણે લીંબુનો વપરાશ અને માંગ વધી છે. નવરાત્રિ પહેલા ભાવ ઘટવાની કોઇ શક્યતા નથી.
📲Get App