🔥 ट्रेंडिंग ପାର୍ବଣ ଋତୁରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ ମାଝୀଙ୍କ... त्रिवेदीगंज ब्लॉक के देवापुर गाँव में... എ.എഫ്.ഡി.എം സൂപ്പർ ലീഗിന് 10ന് എടവണ്ണയ... ବନ୍ଧରେ ବୁଡ଼ି ୨ ସାଙ୍ଗ ମୃତ एनएमसी ने 2026 के लिए 3,656 MS ऑर्थोपे... एमपी ताई टैगक ने इटानगर में सड़क परियो...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીની રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ: દારૂબંધીના કડક અમલ માટે 24 કલાક નાકાબંધી
स्थानीय

અરવલ્લીની રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ: દારૂબંધીના કડક અમલ માટે 24 કલાક નાકાબંધી

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 23 अग. 2026, 01:06 AM 👁 74
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અરવલ્લી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો પર બાજ નજર રાખી છે.

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ અંતર્ગત અરવલ્લીની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા 'રાઉન્ડ ધ ક્લોક' ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાના-મોટા વાહનોનું પોલીસ દ્વારા સઘન સર્ચિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

બોર્ડર પર 24 કલાક નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીને રોકી શકાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
📲Get App