🔥 TRENDING BJP Refutes Reports of 209 Candidates... Displaced IDP Sisters Staying in Two R... शहाद्यात भगवान बिरसा मुंडा यांची 151 व... Police Encounter in Haryana’s Nuh Clai... India opts for China thaw, but interna... Haryana government reshuffles 14 senio...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કરણપુરમાં અર્બુદા સંસ્કારધામનું ભવ્ય નિર્માણ, 24મી અર્બુદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 03:45 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર–શામળાજી નેશનલ હાઈવે-48 પર 4.8 એકર જમીનમાં અર્બુદા સંસ્કારધામનું નિર્માણ થયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે..

સાબરકાંઠાના-:
હિંમતનગર–શામળાજી નેશનલ હાઈવે-48 પર કરણપુર ગામ નજીક અંદાજે 4.8 એકર જમીનમાં ભવ્ય અર્બુદા સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ સંકુલ ખાતે આગામી 24મી તારીખે માં અર્બુદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,જે સમગ્ર સમાજમાં ઉત્સાહ અને ધાર્મિક માહોલ લાવી રહ્યું છે..

પ્રથમ નોરતાના દિવસે અધરદેવી ખાતેથી માં અર્બુદાની પવિત્ર જ્યોત લાવવામાં આવી અને તે 231 ગામોમાં ભ્રમણ કરી રહી છે. 23મી તારીખે સાંજે પવિત્ર જ્યોત અર્બુદા સંસ્કારધામ ખાતે પહોંચશે અને 24મી તારીખે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થશે,જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે..

અર્બુદા સંસ્કારધામમાં માતાજીના મંદિર ઉપરાંત કોમ્યુનિટી હોલ, પ્રસાદગૃહ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સંકુલને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ઉપરાંત શિક્ષણ, રોજગાર અને યુવા સશક્તિકરણનું કેન્દ્ર બનાવવાનું આયોજન છે, જેમાં હોસ્ટેલ, કોચિંગ ક્લાસીસ અને આધુનિક લાઇબ્રેરીનો સમાવેશ છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 30થી 35 કરોડ રૂપિયા છે.
📲Get App