🔥 ट्रेंडिंग बीजेपी समर्थित उम्मीदवारों ने डिबी चुन... उत्तराखंड में तेज़ बारिश से चार धाम या... दिल्ली सरकार ने मेट्रो स्टेशन व फ्लाईओ... चुनाव आयोग ने दिल्ली‑महाराष्ट्र SIR मे... दिल्ली में 1 अक्टूबर से विंटर स्मॉग रो... सुपौल में कोसी नदी में लकड़ी पकड़ते हु...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

માંગરોળ: કુંવારદા ગામે ગણેશ વિસર્જન વેળાએ આધેડ ડૂબી ગયા, 24 કલાક બાદ પણ ભાળ નહીં

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 26 सित. 2026, 08:54 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના બની હતી. 45 વર્ષીય સુરેશભાઈ વસાવા તળાવમાં ડૂબી ગયા હતા અને 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક આવેલા કુંવારદા ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશજીની પ્રતિમાના વિસર્જન સમયે 45 વર્ષીય સુરેશભાઈ વસાવા તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની કોઈ ભાળ મળી નથી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અલગ-અલગ ટીમો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારથી તળાવના કાંઠે તેમજ ઊંડા પાણીમાં સુરેશભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કલાકોની જહેમત અને સતત પ્રયાસો છતાં મોડી સાંજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા શોધખોળની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.
📲Get App