🔥 TRENDING BJP Accuses Congress of Failing to App... उज्जैन के सीएमएचओ डॉ. विक्रम रघुवंशी न... Shubman Gill Back in Ranji Fold Ahead... Dehradun Hosts India's First IOC-Recog... Lakshya Raichandani: The Batsman with... Congress Reaffirms Commitment to Seek...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં હેવી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ, 23થી વધુ વાહનો સામે FIR દાખલ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 18 Oct 2026, 10:32 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ પોલીસ કમિશનર સાહેબના આદેશથી શહેરમાં સવારના 8:00 વાગ્યાથી રાત્રિના 2:00 વાગ્યા સુધી હેવી અને ભારે વાહનો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો, અને ભંગ કરનાર 23થી વધુ વાહનો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી.

અમદાવાદ પોલીસ કમિશનર સાહેબના આદેશ મુજબ, નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, શહેરમાં સવારના 8:00 વાગ્યાથી રાત્રિના 2:00 વાગ્યા સુધી તમામ હેવી અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો.

આ જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરનાર 23થી વધુ મોટા હેવી વાહનો અને ડમ્પરો સામે એસ.જી. હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી.

આ પગલાંનો ઉદ્દેશ શહેરમાં સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો છે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નિયમોનું પાલન કરે.
📲Get App