🔥 ट्रेंडिंग कासुमोर बावसी फतेहगढ़ उपखंड मूलाना में नवनिर्वाचित स... దువ్వ గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భం... બાબરા તાલુકા ગળકોટડીમાં પવનચક્કી થાંભલ... अभिनेता चिरंजीवी ने विज़ाख़पट्टनम में म... एजुकेशन टाइम्स ने 24 नवम्बर 2026 के स्...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બાબરા હાઈવે પર બાઈક અકસ્માતમાં 23 વર્ષીય ખેડૂતનું મોત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 24 नव. 2026, 12:04 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા તાલુકાના ચરખા ગામના 23 વર્ષીય ખેડૂત વિશાલભાઈ રાજુભાઈ આલગોતરનું બાઈક અકસ્માતમાં મોત થયું, ઘટનામાં ચરખા તરફથી આવતા બુલેટ ચાલક વિપુલભાઈ નાનજીભાઈ બારૈયાએ ટક્કર મારી.

બાબરા તાલુકાના ચરખા ગામના 23 વર્ષીય ખેડૂત અને પશુપાલક વિશાલભાઈ રાજુભાઈ આલગોતરનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું.

વિશાલભાઈ પ્લસ બાઈક નં. GJ-14-AC-4500 લઈને ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા. રાજકોટ-ભાવનગર ફોરલેન હાઈવે પર મહાસાગર હોટલ સામે રોડ ક્રોસ કરતી વખતે ચરખા તરફથી પુરઝડપે આવતા બુલેટ ચાલક વિપુલભાઈ નાનજીભાઈ બારૈયા (રહે. ઉંટવડ) એ ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના PSI એમ.એમ. ગમારાએ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App