🔥 TRENDING करौली नगरपरिषद ने 3.23 करोड़ के बजट से... मुंबई के नालासोपारा में एक लिफ्ट अचान... *“ ಬೀದರ ಜಿಲ್ಲೆಯ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯಲ್ಲಿ ವಯೋ... Meghalaya High Court Confirms 24-Year... Bidar Breaking.... Rani Farmers Call for Joint Assam-Megh...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

શામળાજી પોલીસ દ્વારા અરવલ્લીમાં 23 બોટલ વિદેશી દારૂ અને હુન્ડાઇ કારની જપ્તી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 31 Oct 2026, 02:47 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસએ અરવલ્લીમાં હુન્ડાઇ એકસન્ટ કારમાંથી 23 બોટલ વિદેશી દારૂ અને કારની કિંમત Rs 3,00,000 જપ્ત કરી,કુલ Rs 3,11,395 ની મિલકત કબ્જે કરી..

અરવલ્લીમાં-:
શામળાજી પોલીસએ અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં હુન્ડાઇ એકસન્ટ કાર નંબર GJ-01-HT-6191 માંથી 23 બોટલ વિદેશી દારૂ અને કારની કિંમત Rs 3,00,000 જપ્ત કરી, કુલ Rs 3,11,395 ની મિલકત કબ્જે કરી.કારમાં બેઠેલા ડ્રાઈવર લક્ષ્મણલાલ સન ઓફ શંકરલાલ જેટીયા (ચમાર) રહે.કરુકડા,કપાસન,ચીતોડગઢ, રાજસ્થાન અને મુસાફર સુનિલભાઈ લોભચંદ જાતે જયસ્વાલ રહે.બાડી ઇમ્બાહેડા,ચીતોડગઢ, રાજસ્થાન હતા.આ કામગીરી નાયબ પોલીસ અધીક્ષક જે.ડી.વાઘેલા મોડાસા વિભાગના માર્ગદર્શન હેઠળ અને SS માલ પોલીસ ઇન્સ્પેક્ટર, જીતેન્દ્રભાઈ કેશુભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,પ્રધ્યુમનસિંહ દિલીપસિંહ અને પ્રકાશભાઈ મણીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી.

આ કાર્યવાહી અરવલ્લીમાં પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં અને રાજ્યની બોર્ડર તરફથી આવતા દારૂની પ્રવેશ અટકાવવા માટેની સખત વાહન ચેકિંગ અને નાકાબંધી ગોઠવવાના પ્રયત્નોનો ભાગ છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એસ એસ માલ પોલીસ ઇન્સ્પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન,જીતેન્દ્રભાઇ કેશુભાઇ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન,પ્રધ્યુમનસિંહ દિલીપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળાજી પોલીસ સ્ટેશન,પ્રકાશભાઇ મણીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળાજી પોલીસ સ્ટેશન.
📲Get App