🔥 TRENDING બનાસકાંઠામાં એલ.સી.બી. દ્વારા ૧૧ લાખના... हर रिफॉर्म का विरोध करना कांग्रेस का प... Abaki bar BJP Sarkar સમી તાલુકાનાં રણાવાડા પ્રા.શાળા ખાતે... आगरा जिले के चौरंगा गांव में सड़क व जल... तिलक नगर में डोर-टू-डोर बिजली चेकिंग,...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઝંખવાવ ગામમાં 23 પરિવારોની જમીન સંપાદન સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 Oct 2026, 02:28 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં ચાર સરકારી પ્રોજેક્ટ્સ માટે 6.5 હેક્ટર જમીન સંપાદન સામે ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં મોરચો લીધો.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં સ્થાનિક ખેડૂતોએ ચાર મોટા સરકારી પ્રોજેક્ટ્સ માટે ચાલી રહેલી જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતોએ સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંપાદનની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવા રજૂઆત કરી.

ખેડૂતોએ જણાવ્યું કે નેશનલ હાઈવે-56 બાયપાસ રોડ, કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન, જેટકોના વીજ ટાવર અને સોલર અંડરગ્રાઉન્ડ વીજ લાઈન જેવા ચાર પ્રોજેક્ટ માટે ગામના સર્વે નંબર 111, 112 અને 113ની આશરે 6.5 હેક્ટર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સંપાદનથી 23 પરિવારોના 90થી વધુ સભ્યો પ્રભાવિત થશે અને 17 રહેણાંક મકાનો તૂટી જવાની ભીતિ છે.

ખેડૂતોએ દાવો કર્યો છે કે આ જમીનનો સરકારી પ્રોજેક્ટ્સમાં છ વખત ઉપયોગ થઈ ચૂક્યો છે, જેનાથી તેમની આજીવિકા અને પરિવારોના ભવિષ્ય સામે ગંભીર સંકટ ઊભું થયું છે. ઝંખવાવ ગામ પેસા કાયદા હેઠળ આવતું હોવા છતાં ગ્રામસભાની મંજૂરી વિના આ એકતરફી કાર્યવાહી કાયદાકીય ભંગ છે.

ખેડૂતોએ સંપાદન સંબંધિત નોંધો રદ કરવા, હયાત માર્ગ અને સરકારી જમીનનો ઉપયોગ કરી વૈકલ્પિક આયોજન કરવા માંગ કરી છે અને ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી કાયદાનું ઉલ્લંઘન કરે છે.
📲Get App