🔥 TRENDING उरई में संचारी रोग नियंत्रण को लेकर नि... Maharashtra FDA suspends licences of e... Mumbai FDA revokes Blinkit Vile Parle’... Uttar Pradesh hotel projects worth ₹44... Aradhana Mishra Emphasises Organizatio... BJP removes all eight Uttar Pradesh Ra...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: વેસ્ટેજ મટિરિયલ ફેક્ટરીમાં થ્રેશર મશીનમાં ફસાઈ 23 વર્ષીય પરિણીતાનું મોત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 10:15 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ તાલુકાની વેસ્ટેજ મટિરિયલ ફેક્ટરીમાં કામ કરતી વખતે એક દર્દનાક અકસ્માત સર્જાયો, જેમાં 23 વર્ષીય પરિણીતા શ્રમિક પ્રિયંકાદેવીનું થ્રેશર મશીનમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં આવેલી શ્રીયાસ એન્ટરપ્રાઈઝ નામની વેસ્ટેજ મટિરિયલ ફેક્ટરીમાં કામ કરતી વખતે એક ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 23 વર્ષીય શ્રમિક મહિલા પ્રિયંકાદેવીનું થ્રેશર મશીનમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પ્રિયંકાદેવી ફેક્ટરીમાં પ્લાસ્ટિક કચરો મશીનમાં નાખી રહી હતી. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ચાલુ થ્રેશર મશીનની અંદર ફસાઈ ગઈ હતી. મશીનની ચપેટમાં આવવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું તાત્કાલિક મોત થયું હતું.

આ ઘટના અંગે મૃતકના પતિ દ્વારા પાલોદ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને ફેક્ટરીના સંચાલકોની પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
📲Get App