🔥 TRENDING Himachal Secures Historic Victory in B... Aarti Drugs' Baddi Plant Receives 3 FD... गौरेला में अचानक हुई दुर्घटना, विवरण अ... UKPSC Sets 2026 PCS Preliminary Exam D... Uttarakhand Becomes 16th State Honoure... Amit Shah promises Uttarakhand accused...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
23 વર્ષથી ફરાર રૂ. 10,000 ના ઇનામી આરોપીને રાજુલા પોલીસે મોરબીથી ઝડપી પાડ્યો
Crime

23 વર્ષથી ફરાર રૂ. 10,000 ના ઇનામી આરોપીને રાજુલા પોલીસે મોરબીથી ઝડપી પાડ્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Oct 2026, 02:06 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષ 2003 માં પીપાવાવ પોર્ટમાંથી કર્મચારીઓના પગાર લઈને ભાગી ગયેલા આરોપીને રાજુલા પોલીસની ટીમે મોરબીમાંથી પકડી લીધો છે. આરોપીએ ઓળખ બદલીને અને અલગ અલગ શહેરોમાં ફરતા રહીને 23 વર્ષ સુધી પોલીસથી બચી રહ્યો હતો.

રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. 23 વર્ષથી ફરાર રૂ. 10,000 ના ઇનામી આરોપીને મોરબીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણી (ઉં. 60, મૂળ મલાડ-મુંબઈ) વર્ષ 2003 માં પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. તેણે ત્યાંથી કર્મચારીઓના પગારના રૂ. 94,685 લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને રાજુલા પોલીસ મથકમાં IPC 406, 420 મુજબ ગુનો નોંધાયો હતો.

આરોપીએ 23 વર્ષ સુધી 'પ્રકાશ રતિલાલ શાહ' નામે ઓળખ બદલી રાખી હતી. તેણે જોધપુર, જયપુર, નાસિક, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ, અમદાવાદ, પાલનપુર અને મોરબી જેવા શહેરોમાં ફરતો રહ્યો હતો. પોલીસથી બચવા માટે તેણે 9 મોબાઇલ નંબર અને 3 બેંક એકાઉન્ટ બદલ્યા હતા, જ્યારે તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા હતા. આટલા લાંબા સમય સુધી તેની ઓળખ ન મળતાં તેનો પરિવાર પણ તેને મૃત માની લીધો હતો.

અમરેલી SP સંજય ખરાતની ઇનામી આરોપીઓને પકડવાની ઝુંબેશમાં રાજુલા PI વી.એમ. કોલાદરાની ટીમે જૂના રેકોર્ડમાંથી આરોપીની જન્મતારીખ (26-12-1966) મેળવી હતી. એક જૂના ફોટા પરથી રાજસ્થાનની 'નવજ્યોત મનોવિકાસ કેન્દ્ર' સંસ્થાની કડી મળતાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેનો ચાલુ નંબર અને લોકેશન મળી આવ્યું હતું. તપાસમાં ખબર પડી કે આરોપી મોરબીમાં એક કાર શોરૂમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

આ માહિતીના આધારે પોલીસે મોરબીમાંથી આરોપીને દબોચી લીધો છે. હાલ આરોપીને રાજુલા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
📲Get App