🔥 TRENDING Sanjay Raut Clarifies After BJP Critic... Delivery Agent Extinguishes Kitchen Fi... Composer Thaman cracks jokes about act... 'The Paradise' Telugu Song 'Yeshanagul... Karnataka woman plots husband's murder... KSRTC Extends Dasara Tour Packages in...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં ગેરકાયદે ડેરી બંધ, 2.2 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Oct 2026, 10:09 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પુણાગામ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી 'રામકૃપા ડેરી ફાર્મ'ને તાત્કાલિક બંધ કરાવી છે. ડેરીમાંથી લગભગ બે પોઇન્ટ બે કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરીને તેનું પરીક્ષણ કરાવવામાં આવશે.

સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય વિક્રેતાઓ સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કડક ઝુંબેશ હાથ ધરી છે. તહેવારો ટાણે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન ગેરકાયદે ચાલતી ડેરી બંધ કરાવવા સહિત જાણીતી રેસ્ટોરન્ટ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યાં છે.

પુણાગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટી-1 સ્થિત 'રામકૃપા ડેરી ફાર્મ'માં ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાની ફરિયાદ પાલિકાને મળી હતી. જેના આધારે આરોગ્ય અધિકારી અને સેનિટેશન સ્ટાફે તાત્કાલિક સ્થળ તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ આ ડેરી પાસે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળનું જરૂરી લાયસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું.

પરિણામે, ફૂડ વિભાગે ડેરી સંચાલકને નોટિસ ફટકારી આશરે બે પોઇન્ટ બે કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી ડેરીને તત્કાળ અસરથી બંધ કરાવી દીધી હતી. ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરાશે.
📲Get App