🔥 TRENDING સુરત-ભરૂચ એક્સપ્રેસ-વેની રોડની હાલત ખર... જુનાગઢ-કેશોદ હાઈવે પર એમ્બ્યુલન્સ અને... શહેરમાં મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કડ... Jharkhand Student Protest Reaches 18th... Rahul Gandhi Faces Criticism in Parlia... BJP Calls for Jharkhand Bandh Over Pol...
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહિસાગર જિલ્લામાં 2.15 કરોડના વિદેશી દારૂનો નાશ

✍️ Reporter: AKASH JOSHI 🗓 11 Aug 2026, 03:28 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિસાગર જિલ્લામાં પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલા 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

મહિસાગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 7 પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

લુણાવાડા ટાઉન, લુણાવાડા તાલુકા, કોઠંબા, બાકોર, બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વિરપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન કુલ 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત ₹2 કરોડ 15 લાખ હોવાનું સામે આવ્યું છે.

બાલાસિનોર અને લુણાવાડાના નાયબ કલેક્ટર, ડી.વાય.એસ.પી. તેમજ વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
📲Get App