🔥 TRENDING માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers Lal Krishna Adhvani Turns 100: PM Refl... FSSAI Seizes 3,280 Tonnes of Food, Can... Gavaskar Defends Axar Patel’s Promotio... તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપ...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ યુનિટો સામે નોટિસ, ગેરકાયદે કેમિકલ પાણી નિકાલને રોકવા તાત્કાલિક તપાસ
Local

સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ યુનિટો સામે નોટિસ, ગેરકાયદે કેમિકલ પાણી નિકાલને રોકવા તાત્કાલિક તપાસ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Sep 2026, 11:25 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાએ કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ યુનિટો પર ગેરકાયદે કેમિકલ પાણી નિકાલ માટે નોટિસ જારી કરી અને દિવસ‑રાત્રિ તપાસ માટે ખાસ ટીમો તૈનાત કરી.

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં નાની બહુચરાજી, પંડોળ સહિત 10થી વધુ ઔદ્યોગિક વિસ્તારોમાં તપેલા ડાઈંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું ડ્રેનેજમાં છોડવામાં આવતું હતું, જેના કારણે ડ્રેનેજ લાઇનો વારંવાર બંધ થઈ અને ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતું હતું. આથી વાહનચાલકો અને માર્ગયાત્રીને ભારે અસુવિધા અને પર્યાવરણને ગંભીર નુકસાન થયું હતું.

નાગરિકોની સતત ફરિયાદો બાદ કતારગામ ઝોનની ટીમે સઘન તપાસ કરી અને કુલ 214 તપેલા ડાઈંગ યુનિટોનું નિયમોનું ઉલ્લંઘન સાબિત કરીને તેમને નોટિસ ફટકારી. પરંતુ યુનિટોના સંચાલકો એ દિવસ દરમિયાન તપાસ ટાળવા માટે યુનિટો બંધ રાખી અને રાત્રે 8 વાગ્યા પછી ધમધમાવીને કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં વહાવી દેવાની નવી રીત અપનાવી.

પાલિકાએ આ ચાલાકી ધ્યાનમાં લેતા પોતાની વ્યૂહરચના બદલી. હવે દિવસ-રાત્રિ બંને સમયગાળા માટે અલગ-અલગ વિસ્તારોમાં અચાનક તપાસ કરવા માટે ખાસ ટીમો તૈનાત કરી છે, જેથી ગેરકાયદે નિકાલને અટકાવી શકાય અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત થાય.
📲Get App