🔥 TRENDING Hampi Kannada University launches free... കാടാമ്പുഴ ഭഗവതി ക്ഷേത്രത്തിൽ ഇന്ന് ചടങ... Indian Art Film Secures Official Oscar... Horticulture Department Launches Free... Chitholi gaon ಜಾಲಹಳ್ಳಿ ಸಮೀಪದ ಲಿಂಗದಹಳ್ಳಿ ನದಿ ದಂಡೆಯ ಹೊ...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

અગોલ સરકારી માધ્યમિક શાળામાં 21 કન્યાઓને સાયકલ વિતરણ, કન્યાકેળવણીને પ્રોત્સાહન

✍️ Reporter: Hanifbhai Mahammadbhai Jadav 🗓 22 Oct 2026, 07:59 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અગોલમાં ધોરણ 9ની 21 કન્યાઓને સાયકલ આપીને શિક્ષણ અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આજ રોજ અગોલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 21 કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું. તાલુકા ડેલિકેટ સોહિલભાઈ, અગોલ એસએમસી કમિટીના પ્રમુખ આશિકભાઈ ખોખર અને ઇકબાલભાઈએ વ્યક્તિગત રીતે સાયકલ અર્પણ કરી.

પ્રસંગમાં કવિ અને લેખક મહેન્દ્રભાઈ મકવાણાએ કન્યાકેળવણીનું મહત્વ સમજાવી, કન્યાઓના શિક્ષણ, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.

બાબુભાઈ અને રાકેશભાઈ પટેલે ઉપસ્થિત વાલીઓ સાથે સંવાદ કરી, કન્યાઓના શિક્ષણનું મહત્વ અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ લાભો અને યોજનાઓ વિશે માહિતી આપી, જેથી કોઈપણ કન્યા આર્થિક કે અન્ય મુશ્કેલીને કારણે શિક્ષણથી વંચિત ન રહે.

દીકરી ભણે, પ્રગતિ કરે અને આત્મનિર્ભર બને—એ જ સાચા અર્થમાં સમાજની પ્રગતિ છે. શાળા, વાલીગણ, એસએમસી કમિટી અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કન્યાકેળવણીની જ્યોત વધુ પ્રજ્વલિત થાય તેવી આશા છે.
📲Get App