🔥 ट्रेंडिंग कर्नाटक में एशियन गेम्स स्वर्ण पदक विज... बीजेपी ने राहुल गांधी पर फॉर्म 6 में भ... राजस्थान SET 2026 का उत्तर कुंजी जारी... आईएचसीएल ने अलवर, राजस्थान में नया गेट... तमिलनाडु में आज भारी बारिश का अलर्ट जा... एमपी उच्च न्यायालय में सिम्हस्था मार्ग...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: એલિસબ્રિજ નીચેનો માર્ગ 21 દિવસ માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
स्थानीय

અમદાવાદ: એલિસબ્રિજ નીચેનો માર્ગ 21 દિવસ માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

✍️ रिपोर्टर: Hardik Shukla 🗓 21 अग. 2026, 06:28 PM 👁 45
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં માણેકબુરજ પાસે બ્રિજના રેસ્ટોરેશનની કામગીરીને પગલે જૂના એલિસબ્રિજથી વિક્ટોરિયા ગાર્ડન સુધીનો રસ્તો 10 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યો છે.

અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેતા પૂર્વ એલિસબ્રિજ નીચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જૂના એલિસબ્રિજથી વિક્ટોરિયા ગાર્ડન સુધીના આ માર્ગ પર માણેકબુરજ પાસે હયાત સ્પાનના રેસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને આગામી 21 દિવસ સુધી આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિક વિભાગ દ્વારા આ અંગે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોનું ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તબક્કાવાર રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા સુધી એટલે કે આગામી 10 સપ્ટેમ્બર સુધી આ માર્ગ બંધ રહેશે.

તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને ટ્રાફિક વિભાગના સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કામગીરીના સમયગાળા દરમિયાન નાગરિકોને અગવડતા ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
📲Get App