🔥 TRENDING Police seize 880 cannabis plants worth... First MEMU Train Reaches Churhat, Sidh... എക്സൈസ് റെയ്ഡ് ਪੰਜਾਬ ਚੋਣਾਂ ਤੋਂ ਪਹਿਲਾਂ ਕਾਂਗਰਸ 'ਚ ਵੱਡੀ... नारौली डांग गांव में कोठी वाले बालाजी... टोंक में बजरी खनन पुनः प्रारंभ: स्थानी...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ 2026’નો ભવ્ય પ્રારંભ | 7.6 કિમી વિસ્તારમાં રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ 2026’નો ભવ્ય પ્રારંભ | 7.6 કિમી વિસ્તારમાં રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 17 Oct 2026, 08:22 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગરમાં ભવ્ય ‘એકતા પ્રકાશ પર્વ 2026’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રકાશોત્સવ 15 જાન્યુઆરી, 2027 સુધી ચાલશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાઈ રહેલા આ ઉત્સવમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસને રંગબેરંગી રોશની દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.
વર્ષ 2025માં પ્રથમ પ્રકાશોત્સવને મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ સતત બીજા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે.
એકતાનગરમાં આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવ્યું છે. ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ, લોકકલા, સ્થાપત્ય અને પરંપરાઓની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
જ્યારે આઉટડોર વિભાગમાં 11 મુખ્ય થીમ હેઠળ આકર્ષક પ્રકાશ રચનાઓ તૈયાર કરવામાં આવી છે. તેમાં ભારતની સંસ્કૃતિ, યોગ, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળોની શૌર્યગાથા, અવકાશ અને આધુનિક ટેકનોલોજી આધારિત આકર્ષણોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકાશોત્સવ સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશને સાકાર કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.
ત્રણ મહિના સુધી ચાલનારો આ પ્રકાશોત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને વિકાસની અનોખી ઝાંખી કરાવશે.
📲Get App