🔥 TRENDING सुपौल में स्वच्छ सेवा आकलन 2026 के लिए... ਰਾਮਪੁਰਾ ਫੂਲ ਖੇਤਰ ਵਿੱਚ 170 ਏਕੜ ਰਕਬੇ ਦੀ... रेलवे कर्मचारियों को दिवाली का तोहफा BBMP Forms Special Inspection Team to... Karnataka launches updated e‑Raitha mo... सेना भर्ती रैली: 13-14 को क्लर्क पद के...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર: કાંકણોલ ખાતે ‘રંગતાળી 2026’ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Oct 2026, 04:56 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નજીક કાંકણોલ ખાતે ‘રંગતાળી 2026’ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી. શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલે મહાઆરતીમાં ભાગ લીધો.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નજીક આવેલા કાંકણોલ સ્થિત કળશ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે ‘રંગતાળી 2026’ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિના બીજા દિવસે આયોજન સ્થળે ખેલૈયાઓ અને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

નવરાત્રિના બીજા નોરતે શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંબાજી માતાજીની ભાવપૂર્વક આરતી ઉતારીને ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી અને મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા.

મહાઆરતી બાદ મ્યુઝિક સિસ્ટમ અને ગાયકોના તાલબદ્ધ સૂર સાથે જ ગરબાની રમઝટ શરૂ થઈ હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ઝૂમીને અને ગરબાના તાલે ઘૂમીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય અને આનંદમય બન્યું હતું.
📲Get App