🔥 TRENDING Yashas Responds to Allegations in Bigg... ‘ਕੁਰਸੀ ਤੋਂ ਕੁਰਸੀ ਤੱਕ’ ਕਿਤਾਬ ਡਿਪਟੀ ਕਮਿਸ... जालौन में साइबर जागरूकता अभियान, विद्य... Rajinikanth's Jailer-2 action sequence... डॉक्टर वीणा सिंह को बिहार झारखंड प्लास... માંગરોળ ડી.વાઈ.એસ.પી.દિનેશ કોડિયાતરની...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર: ગુજરાત ભાડા વિધેયક-2026નો વકીલો દ્વારા વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 09 Oct 2026, 03:40 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશને ગુજરાત ભાડા વિધેયક-2026નો વિરોધ કરતાં અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. વકીલોએ વિધેયક પાછું ખેંચવા અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરી છે..

હિંમતનગર સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયક-2026નો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને આ વિધેયકમાં અનેક ત્રુટીઓ અને ખામીઓ હોવાનો આક્ષેપ કર્યો છે. વકીલોની મુખ્ય માંગ છે કે આ વિધેયકને સંપૂર્ણપણે પાછું ખેંચી લેવામાં આવે અને ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે.બાર એસોસિએશનના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત ભાડા વિધેયક-2026ના અમલ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વિધેયક હેઠળ ભાડા અને કબજા સંબંધિત તકરારોના કેસો ચલાવવાની સત્તા રેવન્યુ અદાલતને આપવાની જોગવાઈ સામે વકીલોએ વાંધો ઉઠાવ્યો છે. અગાઉ આવા કેસો સિવિલ કોર્ટમાં ચાલતા હતા, જે હવે રેવન્યુ અદાલતોમાં જશે,જેનાથી દિવાની અદાલતોની સત્તાઓમાં ઘટાડો થવાની ચિંતા વકીલોએ વ્યક્ત કરી છે..

આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ બાર એસોસિએશનોને 3 ઓક્ટોબર, 2026થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી કામગીરીથી દૂર રહેવા લેખિત જાણ કરવામાં આવી છે. તેના અનુસંધાને સાબરકાંઠા જિલ્લાના વકીલો પણ આ વિધેયકના વિરોધમાં કામગીરીથી દૂર રહી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર વી. શર્મા, ઉપપ્રમુખ દિલપેશ બી. પટેલ અને સચિવ હિરવ જે. જયસ્વાલ સહિતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં વકીલોએ અધિક કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે ગુજરાત ભાડા વિધેયક-2026ને સંપૂર્ણપણે રદ કરી પાછું ખેંચવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવે. આ ઉપરાંત, વકીલોની સુરક્ષા માટે ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગે પણ સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવાની માંગ કરવામાં આવી હતી.
📲Get App