🔥 ट्रेंडिंग गाजियाबाद में मौसम की मार: तेज हवाओं औ... 40 लाख रुपये के कर्ज से बचने के लिए भत... डोडा कोर्ट ने मिलिटेंट को छठी बार बरी... सुप्रीम कोर्ट ने सीजेपी प्रदर्शकों पर... इलेक्ट्रॉनिक मतसूची हेरफेर विरोधी प्रद... इन्फ्लाइट आग के बाद हाइदराबाद में आपात...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર આરટીઓ કચેરીમાં 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાનનું સફળ આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 05 अक्टू. 2026, 10:58 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર આરટીઓ કચેરીમાં 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાનનું સફળ આયોજન, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ કચેરીની વિવિધ જગ્યાઓની સફાઈ કરી અને સ્વચ્છતા પ્રત્યે પ્રતિજ્ઞા લીધી..

સાબરકાંઠામાં-:
તારીખ ૦૫/૧૦/૨૦૨૬આજરોજ સોમવારે હિંમતનગર આરટીઓ કચેરીમાં 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી.અભિયાન દરમિયાન કચેરીની બિલ્ડિંગ,ટેસ્ટ ટ્રેક અને વિશાળ મેદાનમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક કચરો એકત્રિત કરીને સાફ કર્યો.તેમજ કચેરીના પટાંગણમાં વિવિધ સ્થળોએ નવીન મોટી સાઈઝની ડસ્ટબિન મૂકવામાં આવી..

સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે કચેરીની દિવાલો પર સ્વચ્છતાનું મહત્વ દર્શાવતા સ્લોગન લગાવવામાં આવ્યા. સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જાળવવા માટે દરેકને જવાબદારી લેવાની આવશ્યકતા પર ભાર મૂકાયો.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિત વિચારોને અનુસરીને, આરટીઓ કચેરીના તમામ સ્ટાફે સ્વચ્છતા પ્રત્યે પ્રતિજ્ઞા લીધી.જેને જીવનશૈલી અને નૈતિક જવાબદારી તરીકે અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
📲Get App