🔥 TRENDING बिक्रम थाने के नए थानेदार बने सोनू कुम... Delhi Ashram Double Murder Suspect Arr... सोशल मीडिया पर वायरल हुई गणपति बप्पा क... Air India co‑pilot suspended after bei... Delhi’s EV Incentive Scheme Receives 5... Madhya Pradesh Promotes 1,050 Patwaris...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ખેડા: શિક્ષણ વિભાગ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન 2026' અંતર્ગત વંચિત બાળકોને શિક્ષણ સહાય

✍️ Reporter: Bhadreshkumar Solanki 🗓 25 Sep 2026, 09:24 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન 2026' હેઠળ વંચિત બાળકોને શિક્ષણ સહાય પૂરી પાડવા માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન 2026' હેઠળ વંચિત બાળકોને શિક્ષણ સહાય પૂરી પાડવાના ઉમદા હેતુ સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 26 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ સવારે 10 કલાકે શેરી પ્રાથમિક શાળા, મહુધા તાલુકો, જિલ્લો ખેડા ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનનીય મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાહેબ, ધારાસભ્ય મહુધા વિધાનસભા 118, અને માનનીય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ, સાંસદ શ્રી ખેડા લોકસભા, ઉપસ્થિત રહેશે.

આ સેવાભાવિ અને શિક્ષણ લક્ષી કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વંચિત વર્ગના બાળકોને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને જરૂરી શૈક્ષણિક સાધનો તથા સહાય પૂરી પાડવાનો છે.
📲Get App