🔥 TRENDING जसोल मंदिर जा रहे श्रद्धालुओं को पुलिस... ஈரோடு அரசு மருத்துவமனையில் மாற்றுத்திற... અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલએ કેન્સ... ફતેપુરા - અમદાવાદ રૂટની બસને માળિયા નજ... पीआरडी जवानों को योगी सरकार की बड़ी सौ... જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં નરેન્દ્ર...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જેસડા ગામે પ્રજાભિમુખ કાર્યક્રમ-2026 અંતર્ગત ભવ્ય ઉજવણી

✍️ Reporter: Atul Thakor 🗓 18 Sep 2026, 12:35 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેસડા ગામે પ્રજાભિમુખ કાર્યક્રમ-2026 અંતર્ગત ભવ્ય ઉજવણી

**આપણું ગામ, આપણી સરકાર!* ના સંકલ્પ સાથે જેસડા ગામ ખાતે તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્રજાભિમુખ કાર્યક્રમ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન રામજી મંદિર, જેસડા ખાતે કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જેસડા ગ્રામ પંચાયત તથા રામજી મંદિર ખાતે દીપોત્સવ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો, તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદારશ્રીની ટીમ, ગામના સરપંચ શ્રીમતી ભારતીબેન કુંવરજી ઠાકોર, તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ઉપસ્થિત અધિકારીઓ, મહાનુભાવો અને આગેવાનોનું સ્વાગત કરી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ આરતી તથા દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન **“જન કલ્યાણનો સંકલ્પ, સેવા સેતુથી સાકાર!”**નો સંદેશ આપવામાં આવ્યો હતો. ગ્રામજનોની સહભાગિતાથી કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App