🔥 ट्रेंडिंग मेबो ने काली चावल, पक्षी दर्शन और होमस... कुप्वारा में लेपर्ड के हमले से महिला क... जम्मू कश्मीर ने रेलवे को चार विकेट से... जसोल में माली लिखमारामजी का प्रकाश पर्... मच्छरगांवा में दो पक्षों के बीच जमकर म... कार्तिक पूर्णिमा गंगा स्नान के अवसर पर...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

હારીજમાં ગટર મિશ્રિત દુષિત પાણીની સમસ્યા, 20 દિવસથી રહેવાસીઓમાં તાવ‑મેલેરીયા

✍️ रिपोर्टर: Chauhan Sahdevsinh Balvantsinh 🗓 24 नव. 2026, 11:11 PM 👁 29
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગટર મિશ્રિત દુર્ગંધવાળું પાણી છેલ્લા 20 દિવસથી હારીજના બે વિસ્તારોમાં આવી રહ્યું છે, જેના કારણે તાવ અને મેલેરીયા જેવી બિમારીઓનું પ્રસારણ થયું છે.

હારીજ નગર પાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને 23 નવેમ્બર 2026 ના રોજ ગેરેજ કામદારો અને ત્રણ દરવાજા નં. 2 વિસ્તારના રહેવાસીઓ દ્વારા લખાયેલ અરજ કરવામાં આવી છે. અરજમાં જણાવાયું છે કે છેલ્લા 20 દિવસથી ઉપરોક્ત બે વિસ્તારોમાં ગટર મિશ્રિત દુષિત પાણી સતત આવે છે, જે વાપરવા યોગ્ય નથી.

આ દુષિત પાણીની દુર્ગંધ અને ગંદાપણાને કારણે ઘરઘરમાં તાવ, મેલેરીયા જેવા ગંભીર રોગોનું પ્રસારણ થયું છે. રહેવાસીઓએ આ સમસ્યાને લઈને વારંવાર રૂબરુ તેમજ લેખિત રીતે ફરિયાદ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ મળ્યું નથી.

રહેવાસીઓએ જણાવ્યુ છે કે તેઓએ અનેક વખત નગરપાલિકા અધિકારીઓને સમસ્યાની જાણ કરાવી છે, પરંતુ ગટરનું યોગ્ય નિરીક્ષણ અને પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું નથી. આ કારણે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો વધતા જાય છે.

રહેવાસીઓએ તાત્કાલિક પગલાં લેવા અને ગટરનું શુદ્ધિકરણ કરીને દુષિત પાણીનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે. જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
📲Get App