🔥 ट्रेंडिंग बिहार के व्यक्ति को गोवा के कणाकोना मे... भेलूपुर पुलिस ने दुष्कर्म आरोपी को गिर... पटना ने बिहार का पहला नगरपालिका बांड ज... भोई प्रतिष्ठान ने पुणे अग्निशमन दल के... हनुमान जी के चांदी के मुकुट की चोरी, 4... हिरणपुर में सुबह 5 बजे मजदूरों की लंबी...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામથી ચોટીલા પગપાળા યાત્રા સંઘનું ભવ્ય પ્રસ્થાન એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી યાત્રાનું આયોજન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 11 नव. 2026, 11:52 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે મા ચામુંડાના દર્શનાર્થે નીકળતા પગપાળા યાત્રા સંઘનું ભક્તિભાવ અને ઉત્સાહભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
એ વન ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવક મંડળ દ્વારા આયોજિત આ પગપાળા યાત્રાનું આયોજન છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં માઈભક્તો શ્રદ્ધા અને આસ્થાભેર યાત્રામાં જોડાયા હતા.
યાત્રાના પ્રસ્થાન સમયે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શણગારેલી યાત્રાની ઝાંખી અને જય માતાજીના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ યાત્રા દ્વારા ભક્તો પગપાળા ચોટીલા પહોંચી મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. આયોજકો દ્વારા યાત્રામાં જોડાયેલા તમામ માઈભક્તો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
છેલ્લા બે દાયકાથી આ ધાર્મિક પરંપરા જાળવી રાખીને એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવક મંડળ દ્વારા કરવામાં આવતી સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓની સરાહના થઈ રહી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App