🔥 TRENDING અરવલ્લી જિલ્લામાં ૨૭૮ કિલો પોશડોડા સાથ... জানা ট্রাভেল্স এর সোলপাট্টা - কোলকাতা... मेवात के पटुका गांव में डबल डेकर टनल न... Delhi Replaces Jantar Mantar with Raml... Grandmother Murdered in Bihar Village:... Devotees Swarm Muzaffarpur Temples for...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

નવરાત્રિનો પ્રારંભ: ખેલૈયાઓએ 20 કિલોના વેશભૂષા સાથે ગરબાની રમઝટ બોલાવી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 03:39 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની રંગેચંગે શરૂઆત થઈ ચૂકી છે. ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે, જેમાં અનેક ખેલૈયાઓએ 20 કિલો સુધીના ભારેખમ પોશાક ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની રંગેચંગે શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ નોરતે જ ગરબા રસિકો અવનવા ગેટઅપ અને આકર્ષક વેશભૂષા સાથે મેદાનમાં ઉતર્યા હતા. ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.

માત્ર ટ્રેડિશનલ ચણિયાચોળી કે કેડિયું જ નહીં, પરંતુ 5 કિલોથી લઈને 20 કિલો સુધીના ભારેખમ પોશાક, વિશેષ મુગટ અને સામાજિક સંદેશ આપતા ગેટઅપ ધારણ કરી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

'પરસેવો થતાં ડ્રેસનું વજન 25 કિલો થઈ જાય છે' તેવી વાત 'ખેલૈયા જાનવી પરતિયા'એ જણાવી હતી. તેમણે માતાજીની આરાધનાના ભાવ સાથે તમિલનાડુના પ્રસિદ્ધ મીનાક્ષી દેવીનો દિવ્ય ગેટઅપ ધારણ કર્યો છે. સામાન્ય રીતે તેમના આ ગેટઅપ અને વસ્ત્રોનું વજન 20 કિલો જેટલું હોય છે, પરંતુ સતત ગરબા રમતી વખતે પરસેવો શોષાવાને કારણે તે વધીને લગભગ 25 કિલો સુધી પહોંચી જાય છે.

જાનવી છેલ્લા 10 વર્ષથી ગરબા રમે છે અને છેલ્લા 5 વર્ષથી તેમના ભાઈ સાથે જોડી બનાવીને ગરબે ઘૂમે છે. આટલા વજન સાથે પણ તેમના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી.
📲Get App