🔥 ट्रेंडिंग नई माँ बनने के बाद श्रीया सरान ने 'दृश... అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుక... हरियाणा ADO परिणाम 2026 घोषित: hpsc.go... सपा सुप्रीमो की गिरफ्तारी के विरोध में... સુરત મેટ્રોમાં 'ડાયમંડ કટ' થીમેટિક ઇન્... IBPS हिंदी अधिकारी परीक्षा परिणाम 26 स...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં 20 વર્ષથી ફરાર હત્યા અને લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો
अपराध

સુરતમાં 20 વર્ષથી ફરાર હત્યા અને લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 27 सित. 2026, 08:30 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત પોલીસે લાંબા સમયથી વણઉકેલાયેલી ચોરીઓના ભેદ ઉકેલવા માટે ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં મહારાષ્ટ્રના શાતિર ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં લાંબા સમયથી વણઉકેલાયેલી ચોરીઓના ભેદ ઉકેલવા માટે પોલીસે એક ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આશરે 120 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ખંગાળ્યા હતા અને બાતમીના આધારે નીલગીરી સર્કલ નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ કિરણ મોરેકર જણાવ્યું હતું. જોકે, તેની હિલચાલ પરથી પોલીસને શંકા જતા ફેસમેચ એપની મદદથી તેની ઓળખ ચકાસવામાં આવી. તપાસમાં બહાર આવ્યું કે તે કિરણ નહીં, પરંતુ મહારાષ્ટ્રનો કુખ્યાત ગુનેગાર નિલેશ અંકુશ કાળી હોવાનું સામે આવ્યું.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા 20 વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. તેની સામે મહારાષ્ટ્રમાં હત્યા, લૂંટ અને ચોરી સહિતના 102થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ચોરી કરવાની પદ્ધતિ પણ અત્યંત શાતિર હતી. તે ચોરી કરતા પહેલાં 5થી 7 કિલોમીટર સુધી પગપાળા ફરીને રેકી કરતો અને બપોરના સમયે બંધ મકાનોને નિશાન બનાવતો હતો. છીણી અને ટાંકણી વડે તાળાં તોડી ચોરી કર્યા બાદ તે ફરાર થઈ જતો હતો.
📲Get App