🔥 TRENDING ગુજરાત સરકારે શિયાળબેટ ટાપુ પર મત્સ્ય... BAN vs WI 2nd Test: Where to Watch Liv... Yash's 'Ramayana' Shoots to 3D Heights... Ranbir Kapoor, Yash’s Ramayana Film to... Suriya's Upcoming Film Nets Substantia... Udta Teer Nets ₹1.20 Cr on Day 13, Con...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના ટેન્ટ ગામના અમદાવાદિયા પરામાં છેલ્લા 20 વર્ષથી રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ
National

વિરમગામ તાલુકાના ટેન્ટ ગામના અમદાવાદિયા પરામાં છેલ્લા 20 વર્ષથી રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ

✍️ Reporter: Chavda Jignesh 🗓 30 Jul 2026, 10:30 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામ તાલુકાના ટેન્ટ ગામના અમદાવાદિયા પરા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાનું બાંધકામ કે સમારકામ થયું નથી. વરસાદ બાદ રસ્તા પર કાદવ અને પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ટેન્ટ ગામના અમદાવાદિયા પરા વિસ્તારમાં છેલ્લા લગભગ 20 વર્ષથી રસ્તાનું કોઈ બાંધકામ કે સમારકામ કરવામાં આવ્યું નથી. વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં કાદવ અને પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ સંબંધિત તંત્રને તાત્કાલિક તપાસ કરીને રસ્તાના બાંધકામ અને પાણીના નિકાલની કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે.
📲Get App