अपराध
ચોટીલા નાયબ કલેક્ટરે ગેરકાયદેસર ખનન પર દરોડા પાડ્યા: 2 લોડર, 3 ટ્રેક્ટર સાથે રૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન પર બે સ્થળોએ સફળ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં બે લોડર અને ત્રણ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ દરોડા ચોટીલા તાલુકાના નાવા ગામના કાળી ધાર વિસ્તારમાં આવેલા તળાવ અને થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના સરકારી વીડમાં પાડવામાં આવ્યા હતા.
નાવા ગામેથી એક લોડર મશીન અને એક ટ્રેક્ટર જપ્ત
નાવા ગામે થયેલી કાર્યવાહીમાં એક લોડર મશીન અને એક ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કુલ કિંમત રૂ. 21 લાખ આંકવામાં આવી છે. આ ખનન પ્રવૃત્તિમાં નાવા ગામના સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા તેમજ વાહન માલિકો કનુભાઈ ખીમાભાઈ વાઘરોડિયા અને દેવાભાઈ ગાંડાભાઈ અઘારા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
ગુગલીયાણા વીડમાં એક લોડર મશીન અને બે ટ્રેક્ટર જપ્ત
તેવી જ રીતે, ગુગલીયાણા વીડમાં પાડવામાં આવેલા દરોડામાં એક લોડર મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરાયા હતા, જેનો મુદ્દામાલ રૂ. 27 લાખનો અંદાજવામાં આવ્યો છે. આ કેસમાં ખાખરાળી ગામના કાનાભાઈ બાથાભાઈ રાઠોડ અને ડ્રાઈવર રામાભાઈ ભોપભાઈ રાઠોડની સંડોવણી બહાર આવી છે.
બંને સ્થળોએથી જપ્ત કરાયેલો કુલ રૂ. 48 લાખનો મુદ્દામાલ મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. સંબંધિત વાહન માલિકો અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ઇસમો સામે ખનિજ નિયમોના ભંગ બદલ દંડાત્મક વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અને ખનન જેવી ગંભીર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને લેન્ડ ગ્રેબિંગ સંબંધિત કાયદાકીય કાર્યવાહી, ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપારની કાર્યવાહી તથા ભવિષ્યમાં ગેરકાયદેસર ખનન ન કરવા માટે જરૂરી જામીનગીરી લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક પગલાં લેવાશે
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન અને રાજ્યની ખનિજ સંપત્તિનું રક્ષણ કરવું એ વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સરકારી જમીનમાંથી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે ખનિજ ચોરી સહન કરવામાં આવશે નહીં.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વધુમાં જણાવ્યું કે, આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પણ વહેલી સવાર, મોડી રાત્રે તથા અચાનક ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રહેશે અને ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક પગલાં લેવામાં આવશે.